હવે રેલ્વે સ્ટેશન પર યાત્રી કૃપયા ધ્યાન દે.. આ મહિલાનો અવાજ હવે સાંભળવા નહી મળે જાણો વિગત
રેલ્વે સ્ટેશન પર દુર ઉભા રહેલા લોકો સુધી પહોચતો અવાજ એટલે કે યાત્રી કૃપયા ધ્યાન દે.... બધા લોકો એ આ અવાજ સાંભળી હશે. ૨ દાયકા જેટલો સમય થઇ ગયો છતા પણ રેલ્વે નાં એનાઉન્સમેન્ટ દ્વારા તે તાજગીથી જ ટ્રેન સાથે હોદાયેલી માહિતી આપે છે. પરંતુ દુખ ની સાથે કેહવું પડે છે કે હવે આ અવાજ સાંભળવા નહી મળે.
આ અવાજ હતો સરલા ચોધરી નો ભલે તે રેલ્વે એનાઉન્સમેન્ટ નાં પદ પર નાં હોય. પરંતુ તેનો અવાજ આજ પણ કામ કરી રહ્યો હતો. સરલા એ ૧૯૮૨ માં રેલ્વે એનાઉન્સર તરીકે ની હોબ પર ઇહાદીથી કામ કરવાનું શરુ કર્યું હતું
પરંતુ હવે રેલ્વે એનઉન્સર તરીકે સરલા ચોધરીની અવાજ અલવિદા થઇ ચુકી છે. હવે યાત્રિકો ને દમદાર અવાજ માં ટ્રેનોની જાણકારી મળશે. આ અવાજ હશે હરીશ ભીમાણી. જે આમ જનતાના દિલ સુધી પહોચશે આ એજ હરીશ જેનો અવાજ “મે સમય હું....” સાંભળવા માટે લોકો કલાકો પહેલા ટીવીની સામે બેસી જતા હતા. હરીશ લોકપ્રિય ટીવી સીરીયલ માં શામેલ મહાભારતમાં અવાજ દઈ ને ઘણો લોક પ્રિય થયો હતો.
ભારતીય રેલવેના સ્ટેશનો પર ટ્રેન મેનેજમેન્ટ સીસ્ટમ ને અપગ્રેડ કરવામાં આવી રહી છે. જેમાં સ્ટેશન પરિસર માં અતિ આધુનિક ઘોષણા ઉપકરણ અને ડિસ્પ્લે બોર્ડ લગાવામાં આવી રહ્યા છે. નવી સીસ્ટમ લગાડવાની જવાબદારી બેંગ્લોર ની એક સંસ્થા ને આપવામાં આવી છે.
ગોરખપુર માં સીસ્ટમ લગાડી રહેલ સંસ્થાના સુપરવાઈઝર ઈમરાનના જણાવ્ય આનુસાર મહાભારત ફેમ હરીશ ભીમાણી નો અવાજ રેકોર્ડ કરી લીધો છે. પ્રથમ ચરણ માં ભારતીય રેલ્વે નાં મોટા મોટા સ્ટેશન નો સમાવેશ કરવામાં આવશે. નાના સ્ટેશન પર જુનો અવાજ જ સાંભળવા મળશે. બીજા ચરણમાં નાના સ્ટેશન ને પણ નવી સીસ્ટમ સાથે જોડી દેવામાં આવશે. હાલ તો પૂર્વ રેલ્વે નાં ગોરખપુર, લખનૌ મા આ સીસ્ટમ કાર્યરત થશે. વારાણસી માં પ્રક્રિયા ચાલી રહી છે. આ સીવાય આગ્રા, મથુરા, જયપુર, અને જોધપુર સ્ટેશન પર હરીશ ભીમાણી નો અવાજ સાંભળવા મળી રહ્યો છે.
જણાવી દઈએ કે સરલા ચોધરી ૧૯૮૬ માં આ પદ આપવામાં આવ્યું હતું તે સમયે સરલા ચોધરી ને ઘણી મહેનત કરવી પડી હતી. આ દરમિયાન કોમ્પુટર નાં હોવાને કારને તેને દરેક સ્ટેશન પર પહોચી ને ઘોષણા કરવી પડતી હતી. ત્યારે તેને એક એનાઉન્સમેન્ટ રેકોર્ડ કરવા માટે ૩ થી ૪ દિવસ નો સમય લાગતો હતો ઘણી અલગ અલગ ભાષામાં આ રેકોર્ડ કરવા પડતું હતું. બાદમાં રેલ્વે માં ઘણા બદલાવ આવ્યા. આ એનાઉન્સમેન્ટ જવાબદારી ટ્રેન મેનેજમેન્ટ સીસ્ટમને આપવામ આવી.
એક વેબ્સાઈટ અનુસાર સરલા ચોધરીએ લગભગ ૧૭ વર્ષ પહેલા રેલ્વેની આ જોબ છોડી દીધી હતી, સરલા એ ઓ એચ એ વિભાગ માં કરિયાણું અધિક્ષક ની જોબ સ્વીકારી લીધી હતી. ત્યારે તેની અવાજ ને સ્ટેન્ડ બાય માટે સેવ કરી લીધી હતી માટે આજે પણ સ્ટેશન પર હોઈએ ત્યારે આ અવાજ સાંભળવા મળે છે.
બીજા મિત્રો ને પણ શેર કરો
બીજા મિત્રો ને પણ શેર કરો
0 Comments