ભગવાન શ્રી કૃષ્ણ નાં પરમ મિત્ર સુદામા તેમની મિત્રતા નાં કારને શાસ્ત્રો માં પ્રખ્યાત છે. શાંત તેમજ સરળ સ્વભાવ નાં શ્રી કૃષ્ણ માનવા તેમની અલગ છબી બનાવનાર સુદામાને લોકો આજે પણ તેમની મિત્રતાના રૂપ માં યાદ કરે છે, પરંતુ તેમનું રૂપ એવું પણ છે કે જેના કારને ભગવાન શિવે તેમનો વધ કર્યો હતો.
આ સત્ય પર વિશ્વાસ કરવો કઠીન છે, પરંતુ ઈતિહાસ નાં પન્ના ને ઉઠાવી ને જોઈએ તો આ સત્ય મળે છે. તો ચાલો જાણીએ કે સુદામા એ એવું તે શું કર્યું હતું કે જેના કારણે મહાદેવ ને તેમનો વધ કરવો પડ્યો હતો. કથા મુજબ સ્વર્ગ માં પહોચ્યા પછી કૃષ્ણ અને સુદામા બંને ને વિરાજાને પ્રેમ કરવા લાગ્યા, પરંતુ વિરાજા કૃષણ ને પ્રેમ કરતી હતી, એક દિવસ ત્યાં રાઘાજી પ્રગટ થયા અને તેમને જોયું કે કૃષ્ણ અને વિરાજા બંને પ્રેમમાં ત્લ્લીન છે, એટલા માટે એમને વિરાજા ને શ્રાપ આપ્યો અને પૃથ્વી પર પહોચાડી દીધા. ત્યાર બાદ તેમણે અમુક કારણ સર સુદામાને પણ શ્રાપ આપી દીધો .
મૃત્યુ થયા પછી સુદામા નો જન્મ રાક્ષસરાજ દંભ ને ત્યાં શંખચુણ નાં રૂપ માં થયો. તેમજ વિરાજા નો જન્મ ધર્મધ્વજ ને ત્યાં તુલસી નાં રૂપમાં થયો. અને તુલસી નાં વિવાહ પછી શંખચુણ તેમની સાથે તેમની રાજધાની ફરી પાછા આવ્યા. કહેવાય છે કે શંખચુણ ને ભગવાન બ્રહ્મા નું વરદાન મળેલું હતું અને શંખ ચુણ ની રક્ષા માટે તેમને કવચ પણ આપેલું હતું અને સાથે તે પણ કહ્યું હતું કે જ્યાં સુધી તુલસી તમારા પર વિશ્વાસ કરશે ત્યાં સુધી તમને કોઈ નહી જીતી શકે, એ કારણે શંખ ચુણ ધીમે ધીમે યુદ્ધ જીતી જીતી ને ત્રણે લોક નો સ્વામી બની ગયો.
શંખચુણ ત્રણેય લોક નો સ્વામી બની ગયો અને એમનો ત્રાસ વધવા લાગ્યો, એનાથી પરેશાન થઇ ને બધા દેવો શિવજી પાસે પહોચ્યા અને ભગવાન શિવે એના બંને પુત્ર કાર્તિકેય અને ગોરી પુત્ર ગણેશ ને યુદ્ધ માટે મોકલ્યા પરંતુ શંખચુણ પર ભગવાન બ્રહ્મા નું વરદાન હતું એના લીધે એમને હરાવો ખુબ જ મુશ્કિલ હતો,. એટલા માટે ભગવાન વિષ્ણુ યુદ્ધ નાં સમયે પ્રગટ થયા ને શંખચુણ નું રૂપ ધારણ કરીને એમની પત્ની તુલસી ની પાસે પહોચ્યા અને ત્યાં જઈને તુલસી ને એમને ખુબજ માં સન્માન સાથે જમાડ્યું, એના લીધે શંખચુણ ની પત્ની તુંલસી નું પતિવ્રતા વ્રત નષ્ટ થઇ ગયું, આં રીતે ભગવાન શિવે શંખચુણ જે સુદામાનું બીજો જન્મ હતો તેમનો અંત કરી દીધો
0 Comments