કેન્ટીન માંથી સેન્ડવીચ ચોરીના આરોપ માં ગઈ ગુજરાતીની નોકરી કોર્પોરેટ જગત માં ચકચાર



લંડન - ઇંગ્લેન્ડ માં એક ચોકાવનારો કિસ્સો આમે આવ્યો છે જ્યાં ગુજરાતીએ ૯ કરોડ રૂપીયાની નોકરી ગુમાવાનો વારો આવ્યો છે. સીટી ગ્રુપ બેન્કે હાઈ પ્રોફાઈલ બેન્કર ને સ્ટાફ કેન્ટીન માંથી સેન્ડવીચ ચોરવાના આરોપ માં નોકરી માંથી હાકી મુક્યો છે. ૩૧ વર્ષે નાં આ બેન્કર પારસ શાહ ની વાર્ષિક કમાણી ૧ મીલીયન પાઉન્ડ હતી. આ સમાચારથી કોર્પોરેટ જગત માં ચકચાર મચી જવા પામી છે


સીટી ગુપે પારસ શાહ ને યુરોપ, મિડલ ઈસ્ટ અને આફ્રિકામાં બોન્ડ ટ્રેડીંગ હેડ પરથી હટાવી દીધા છે.
ફાયનાન્સીયલ ટાઈમ્સ નાં અહેવાલ મુજબ પારસ શાહ પર ઈસ્ટ લંડન્નના ક્ર્ન્રી વાર્ફ ખાતે ના હેડક્વાર્ટર માંથી ફૂડ ચોરવાનો આરોપ છે આ ન્યુઝ છપાતા બેન્કને પારસ શાહ ને છુટા કરી મુકવાની ફરજ પડી હતી.

જોકે પારસ શાહે ક્યારે અને કેટલી સેન્ડવીચ ચોરી કરી હતી, એની જાણકારી હજી સુધી સામે આવી નથી, મીડિયા રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે એક ક્રેડીટ ટ્રેડર ની સેલરી અંદાજે ૧.૮૩ લાખ પાઉન્ડ હોય છે પણ પારસ શાહ જે પદ પર છે, તે આસાનીથી ૧ મીલીયન પાઉન્ડ કમાય લે છે.

પારસ શાહ વર્ષ ૨૦૧૦ માં યુનીવર્સીટી ઓફ બાથ માંથી ઇકોનોમિકસ માં ગ્રેજ્યુએશન કર્યું છે. એ પહેલા તેમને નોર્થ લંડન ની લેટીમર ગ્રામર સ્કુલ માંથી સ્ટડી કર્યું હતું ત્યાર પછી તેમને HSBC ની ટ્રેડીંગ સ્કીમ માં જોઈન કર્યું હતું વર્ષ ૨૦૧૭ માં તે સીટી બેંક સાથે જોડાયા હતા.
સીટી બેન્કે જોનીન કર્યા નાં બે મહિના પછી તેમને યુરોપ, મિડલ ઈસ્ત અને આફ્રિકાના ટ્રેડીંગ હેડ બનાવામાં આવ્યા હતા.

આ પહેલો મામલો નથી જ્યારે કોઈ હાઈ પ્રોફાઈલ પ્રોફેશનલ્સ ની નોકરી ચોરી નાં નાનાં એવા મામલામાં હાઈ હોય, આ પહેલા જાપાન માં એક બેન્કર ની સાથીદાર ની બાઈક માંથી સામાન ચોરવાના આરોપ માં નોકરી માંથી કાઢી મુકવામ આવ્યો હતો.

Post a Comment

1 Comments

  1. If you're trying to burn fat then you certainly have to start following this totally brand new tailor-made keto meal plan diet.

    To create this service, licensed nutritionists, personal trainers, and professional cooks have united to produce keto meal plans that are powerful, painless, cost-efficient, and satisfying.

    From their first launch in January 2019, hundreds of individuals have already completely transformed their body and well-being with the benefits a good keto meal plan diet can give.

    Speaking of benefits: clicking this link, you'll discover eight scientifically-confirmed ones given by the keto meal plan diet.

    ReplyDelete